Satya Tv News

ઝારખંડના દુમકા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ સૌથી પહેલા પત્ની સાથે દારૂની પાર્ટી કરી હતી, બંનેએ સાથે સાથે જામ પણ છલકાવ્યાં પરંતુ અચાનક બન્ને વચ્ચે કોઈ વાતને લઈને એવો ભયંકર ઝગડો થયો કે એકનું મર્ડર થયું હતું. પતિએ કોદાળીથી પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બુધવારે સાંજે જામા પોલીસ સ્ટેશન વિસ્તારના જલજોખા ગામમાં બની હતી. દિનેશ કિસ્કુ નામના યુવકે તેની પત્ની માલતી સોરોનની હત્યા કરી નાખી હતી. બંને રોજ સાથે બેસીને દારૂ પીતા હતા, પરંતુ ગઈ કાલે સાંજે ડ્રિંક પૂરું કર્યા બાદ આરોપીએ પત્નીને પોતાની પસંદનું ખાવાનું બનાવવાનું કહ્યું હતું, પરંતુ મહિલાએ રસોઈ બનાવવાની ના પાડી દીધી હતી. બસ આ જ કારણથી પહેલા તો બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો… ત્યારબાદ દિનેશે માલતી પર અનેક વાર કોદાળીના અનેક વાર કરીને તેની હત્યા કરી નાખી હતી.

આરોપી પત્નીની હત્યા કર્યા બાદ લોહીથી ખરડાયેલી લાશ પાસે સૂઈ ગયો હતો. પરંતુ થોડા સમય બાદ જ્યારે તેમનો પુત્ર આવ્યો ત્યારે આ ઘટનાનો ખુલાસો થયો હતો. પુત્રએ આ બાબતની જાણ ગામમાં રહેતા લોકો અને અન્ય લોકોને કરી હતી. પતિ અને પત્ની રોજ સાથે બેસીને દારુ પીતા હતા. પરંતુ આજનો દિવસ લોહિયાળ બન્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે આરોપીને સકંજામાં લઈને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંને રોજ સાથે બેસીને દારૂ પીતા હતા. તે નશાની હાલતમાં દરરોજ આ રીતે લડતો હતો. પરંતુ બુધવારે રાત્રે પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી.

error: