ભાદ્ર માસનો અંતિમ દિન અને શનિવારી અમાસને લઈને ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિરે ઘોડાપૂર દર્શન કરવા માટે ભક્તજનોની લાંબી કતારો જોવા મળી
ભાદ્ર માસ અને પિતૃ પક્ષનું અંતિમ દિન સર્વ પિતૃ શનિવારી અમાસ ને પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડભોઇ તાલુકાના કરનારી સ્થિત કુબેર ભંડારીના દર્શનાર્થે ઉમટ્યા હતા શ્રી કુબેર ભંડારી શિવાલય બમ બમ ભોલે ના નાદ સાથે ગુજી ઉઠ્યુ હતું ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિરે મ દર્શન કરવા માટે અમાસ ની આગલી રાતથી જ ભક્તો ની લાંબી કતારો જોવા મળી હતી સર્વ પિતૃ અમાસ ને શનિવારના સંયોગ ના કારણે હજારોની સંખ્યામાં ભક્તો કુબેરના દર્શન કરવા માટે મંદિરમાં દર્શનાર્થે ભક્તોથી ઉભરાયા હતા ત્યારે ટ્રસ્ટ દ્વારા પણ તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી હતી સાથે જ દર્શન કરવા આવેલા ભક્તોને કોઈ તકલીફ ના પડે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું એટલું જ નહીં અમાસને કારણે નર્મદા સ્નાનનું પણ અનેરું મહત્વ રહેલું છે જેથી વહેલી સવારથી યાત્રાધામ કરનાળી ખાતે નર્મદા સ્નાન પણ કરવામાં આવી રહ્યો હતો જ્યારે કુબેર ભંડારી ટ્રસ્ટના રજનીભાઈ પંડ્યા એ માં નર્મદાને ચોખ્ખી રાખવી તેમાં ગંદા ચંપલ ગંદા કપડા કે પ્લાસ્ટિકની થેલી કે કચરો નાખવો નહીં અને નર્મદા માને ચોખ્ખી રાખવા શ્રદ્ધાળુઓને અપીલ વિનંતી કરી હતી
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ