મોદી સ્ટેડિયમ ખાતે ભારતનો ભવ્ય વિજય
સમગ્ર દેશમાં ફેલાયુ ઉત્સાહનું વાતાવરણ
વિવિધ વિસ્તારોમાં નીકળ્યાં વિજય સરઘસ
પાંચબત્તી સર્કલ ખાતે યુવાઓ રાષ્ટ્રધ્વજ સાથે એકત્ર
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો વિજય થતાંની સાથે સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.જેના ભાગરૂપે ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે યુવાઓ રાષ્ટ્રધ્વજ સાથે એકત્ર થયા હતાં.અને વિજયોત્સવ ઉજવ્યો હતો.
હાલમાં ભારતમાં વિશ્વકપ 2023ની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે.જેમાં પણ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય ત્યારે નાનાથી લઈને મોટેરાઓમાં એક ઉસ્તાહ જોવા મળતો હોય છે.આવી જ એક મેચ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. જેમાં ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે વિશ્વકપ-2023ની લીગ મેચ રમાઈ હતી.અત્યંત રોમાંચિત રહેલી મેચમાં ભારતીય ટીમે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવી દેતા સમગ્ર ભારત દેશમાં જાણે એક ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.ભારતની જીતની સાથે દિવાળીની જેમ આકશોમાં આતિશબાજી અને ફટાકડા ફોડી વિજ્યોત્વ ઉજવ્યો હતો.ત્યારે ભરૂચ શહેરમાં પણ ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે યુવાઓ રાષ્ટ્રધ્વજ સાથે એકત્ર નાચી કૂદી ખુશી મનાવી અને વિજયોત્સવ ઉજવ્યો હતો.આ ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિજય સરઘસ નીકળ્યાં હતાં.જોકે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ