Satya Tv News

યુથ કોંગ્રેસના વિરોધમાં કાર્યકર્તા,પોલીસ વચ્ચે ઘર્ષણ
NSUI દ્વારા શિક્ષણ બચાવો વિરોધ પ્રદર્શન
રેલ્વે સ્ટેશન ખાતે રસ્તા ઉપર બેસી વિરોધ
કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ
સૂત્રોચ્ચાર,શિક્ષણ મંત્રીનું પોસ્ટર સળગાવતા ઘર્ષણ
૨૦ થી વધુ આગેવાનો,કાર્યકરોની અટકાયત
પોલીસે કાર્યકરોને ધક્કે ચઢાવી વાનમાં બેસાડ્યા

ભરૂચના રેલ્વે સ્ટેશન બહાર ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા શિક્ષણ બચાવો વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના રેલ્વે સ્ટેશન બહાર ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા શિક્ષણ બચાવો વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંગ કરાઈ હતી કે જ્ઞાન સહાયક યોજના કોન્ટ્રાકટ આધારિત ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ભરૂચમાં યોજાયેલ વિરોધ પ્રદર્શનનાં આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા NSUI પ્રમુખ ધનરાજ સિંહ પટેલ, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, ભરૂચ લોક સભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાન, ગુજરાત કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, શહેર પ્રમુખ હરીશ પરમાર કોંગી અગ્રણી જુબેર પટેલ સહિત કોંગ્રેસ અને NSUI ના આગેવાનૉ અને કાર્યકરો મોટી સંખ્યાના ઉપસ્થિત રહ્યા હતા તેમજ હાથમાં પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન દરમ્યાન ભારે સુત્રોચાર કર્યા હતા, તેમજ સ્ટેશન સર્કલ વિસ્તારમાં આગેવાનોએ ફરી માર્ગ પર જ બેસી જઈ આક્રમક અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો.એક સમયે પોલીસ અને કાર્યકારો વચ્ચે સ્ટેશન વિસ્તારમાં ધર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. જે બાદ પોલીસે વિરોધ કરી રહેલા ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: