Satya Tv News

રાજસ્થાનના બિકાનેરમાં બાલમંદિરમાં ભણતી 4 વર્ષની છોકરી પર તેના સ્કૂલ બસ કંડક્ટરે રેપ કરીને લોહિલુહાણ કરી મૂકી હતી. હવસખોરે હવસ સંતોષીને બાળકીને ચૂપ રહેવાની નહીંતર તેના માતાપિતાને મારી નાખવાની પણ ધમકી આપી હતી. તેણે બાળકીને કહ્યું હતું કે જો તે ચૂપ નહીં રહે તો તે તેના માતાપિતાને મારી નાખશે અને તે એકલી પડી જશે.

આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આરોપી મદનલાલે જ્યારે બાળકી પર રેપ કર્યો ત્યારે સ્કૂલ બસમાં એક મહિલા કંડક્ટર અને તેનો બીજો એક સાથી હાજર હતા. તેમણે કંડક્ટરનું ગંદુ કામ જોયું હતું તેમ છતાં પણ તેમણે કંઈ કર્યું નહોતું. પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. 13 ઓક્ટોબરના રોજ પ્રકાશમાં આવ્યો હતો જ્યારે બાળકની માતાએ તેને નહાતી વખતે તેના ખાનગી ભાગોમાં સોજો જોયો હતો. માતાએ પૂછતાં બાળકીએ બસમાં જે બન્યું હતું કે કહી સંભળાવ્યું હતું. માતાએ બાળકીની વાત વીડિયોમાં પણ રેકોર્ડ કરી લીધી હતી અને તે પોલીસને સોંપ્યો હતો. જેને આધારે પોલીસે મદનલાલની ધરપકડ કરી હતી.

error: