Satya Tv News

ડભોઇ એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષતામાં તાલુકાના ખેડૂત ભાઇઓ સાથે બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં છેલ્લા કેટલા સમયથી એપીએમસીમાં ખરીદી કરવાના મુદ્દે ભારતીય કિસાન સંઘ ટીમ દ્વારા એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપ પટેલ સાથે બેઠક કરતા તેઓએ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય એ અર્થે કિશાન ટીમને સમર્થન આપેલ હતું. નિર્ણય અને સમર્થનના મુદ્દે આજરોજ ભારતીય કિસાન સંઘ વડોદરા જિલ્લા પ્રમુખ સુરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપેલ હતી અને એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપ પટેલનું પુષ્પહારથી સ્વાગત કરેલ હતું .જેમાં મુખ્ય પ્રશ્ન અંગે ખેડૂતોએ સંતોષ માની એપીએમસીમાં ડાંગર, તુવેર, અને કપાસની ખરીદી થાય તથા શાકભાજીની ખરીદ વેચાણ થાય, ટેકાના ભાવે અન્ય પાક જેમકે મકાઈ, બાજરી ,જુવારની પણ ખરીદી થાય તે અંગે નિર્ણય લઈ ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. આ બેઠકમાં ભારતીય કિસાન સંઘ ડભોઇ તાલુકા પ્રમુખ કલ્પેશ પટેલ, મંત્રી મેહુલ પટેલ, ઉપપ્રમુખ ધવલ પટેલ, ભાવેશ પટેલ, દીક્ષિત પટેલ, પિનાકીન પટેલ, સાગર પટેલ તથા ખેડૂતઓએ મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: