Satya Tv News

વડોદરા, ગુજરાત – [13મી ઑક્ટોબર 2023] – ભારતમાં શિક્ષણની ગુણવત્તાને વધારવા માટે સમર્પિત બિન-લાભકારી સંસ્થા, EQFI, ભણતર અને શિક્ષણના ભાવિને આકાર આપવા માટે નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. 2007 માં સ્થપાયેલ, EQFI એવી દુનિયાની કલ્પના કરે છે જ્યાં દરેક શૈક્ષણિક અનુભવ ગુણવત્તાસભર હોય, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેમાં રહેલી સંભાવનાઓને ક્ષમતાઓમાં પરિવર્તિત કરવા માટે સશક્ત બનાવે છે. આ સંસ્થા 19 ભારતીય રાજ્યોમાં વિસ્તૃત રીતે કાર્યરત છે, જે લગભગ 300,000 વિદ્યાર્થીઓ તેમજ 15,000 શિક્ષકોના જીવનને સ્પર્શે છે.

ગુજરાત રાજ્યના વડોદરા શહેર ખાતે, EQFI એ પરિવર્તનશીલ મલ્ટી-સ્ટેકહોલ્ડર કોન્ફરન્સનું આયોજન કરવા માટે IBM સાથે હાથ મિલાવ્યા છે જેનો મુખ્ય હેતુ શિક્ષણ – પ્રશિક્ષણની વિવિધ પદ્ધતિઓ માટે નવી ઉભરતી તકનીકો ઘ્વારા ભારતીય વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણી અને સર્જનાત્મકતા કેળવવાનો છે, જેમાં ગુજરાત સરકાર હેઠળના SSA, GCERT અને પ્રાથમિક શિક્ષણ વિભાગના સરકારનું સમર્થન છે,

આ પરિષદ નો મુખ્ય હેતુ શિક્ષકોની ક્ષમતા-આધારિત શિક્ષણ અને ટેકનોલોજી-કેન્દ્રિત અભ્યાસક્રમમાં શિક્ષકોમાં નિપુણતા વિકસાવવાનો છે.જયારે EQFI-IBM નો મુખ્ય હેતુ હિતધારકો-નિર્મિત જૂથોમાંથી તેમની આંતરસૂઝ તેમજ તેમના પ્રતિભાવ મેળવીને , વિવિધ સ્વ-સંચાલિત સેવાભાવી સંસ્થાઓ ( NGO ), ઔદ્યોગિક નિષ્ણાતો અને રાજ્ય સરકારો સહિત પર્યાવરણ હિતધારકોને સાથે લઈને શિક્ષણમાં ઉભરતા તકનીકી હસ્તક્ષેપોને ટકાવી રાખવાના ઉદ્દેશ્યથી પેન-ઇન્ડિયા ગઠબંધન તૈયાર કરવાનો છે.

ડૉ. અંજલી પ્રકાશ, મેનેજિંગ ટ્રસ્ટી, એકફી ઘ્વારા , સ્વાગત સંબોધન કરવામાં આવ્યું :

“બાળકોમાં કૌશલ્ય – ઘડતર માટેના વિવિધ તબક્કાઓ માટે વિવિધ નવી ઉભરતી તકનીકોનો ઉપયોગ જે તેમને માર્ગદર્શન આપવા તેમજ ભવિષ્યને સાચી દિશા તરફ દોરવા માટે સક્ષમ બનાવે છે ,તેની ભાગદોડભરી દિનચર્યાવાળા આ સમયમાં એક તાતી જરૂરિયાત છે. EQFI ખાતે, અમે એ સુનિશ્ચિત કરવા માટે આ અંગે ઊંડાણપૂર્વક ચિંતન કર્યું છે અને જાણવા મળ્યું છે કે અધ્યાપકો અને શિક્ષકો બંને ભાવિ ગતિવિધિઓ માટે તૈયાર છે અને આ પરિવર્તનકારી પહેલની સંભાવનાઓ વિશે ઉત્સાહિત પણ છે.”

આ પરિષદની મુખ્ય થીમ એક સંકલિત અને NEP 2020-સંગ્રહિત અભ્યાસક્રમ વિકસાવવાની ટેક્નોલોજી, જટિલ વિચારસરણી અને સર્જનાત્મકતા પર ભાર મૂકે છે, તેના પર આધારિત છે . આ અભ્યાસક્રમ લગભગ ૧૨ જેટલા પરિવર્તનાત્મક પહેલ-કાર્યો ઘ્વારા ૬ઠ્ઠા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે અધિકૃત ભાષામાં સુલભ કરાવવામાં આવશે.

આ પરિષદની મુખ્ય પેનલમાં અતિથી વિશેષ મહેશ મહેતા, Secretary, SSA ગાંધીનગર, અને ડૉ. અર્ચના તોમર, શિક્ષણ વિભાગના મદદનીશ પ્રોફેસર, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કાર્યરત છે ,ડૉ. જયના જોશી, જેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર ખાતે એક પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે,તે સર્વનો સમાવેશ થાય છે. અને આ સમગ્ર પેનલ ચર્ચાનું મોડરેશન ચેરપેર્સન તરીકેડૉ દીપુબા દેવડા, ડીન/એચઓડી/નિયામક,શિક્ષણ વિભાગ(IASE), ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ,દ્વારાકરવામાં આવ્યુ.

આ પરિષદની દીર્ઘ-દ્રષ્ટિનો વિસ્તાર આ પરિષદ સુધી સીમિત નથી , પરંતું ઘણો વિસ્તૃત છે. EQFI-IBM રાજ્ય-સ્તરનું તંત્ર /નેટવર્ક સ્થાપિત કરવા માંગે છે. જે વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી અને શિક્ષણ સાધનોની સ્વીકૃતિ, સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. વધુમાં,આ પરિષદનો હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ સંસાધનોની એકસમાન સુવિધા સુનિશ્ચિત કરીને ટેકનોલોજી-નિર્મિત વિભાજનને દૂર કરવાનો છે.

ભારતમાં શૈક્ષણિક દ્રષ્ટિકોણને નિર્ધારિત કરવા માટે EQFI નું સમર્પણ 21મી સદીની વિકસતી માંગ સાથે સંપૂર્ણ રીતે સંરેખિત છે. વિચારશીલ નેતાઓ, શિક્ષકો અને હિતધારકોને એકસાથે લાવીને, EQFI સર્વ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુને અગ્રેસર રાખી પોતાના પ્ર્યત્નોમાં કાર્યરત છે. About EQFI:
એજ્યુકેશન ક્વોલિટી ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (ભારતીય ગુણવકતાયુક્ત શિક્ષણ સંસ્થા -EQFI) એ એક બિન-લાભકારી સંસ્થા છે ,જેની સ્થાપના 2007 માં ભારતમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરીને પરિવર્તન કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. EQFI, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને સક્ષમ બનાવવાનું કામ કરે છે, જે એવા ભવિષ્યને ઉત્તેજન આપે છે જ્યાં દરેક શૈક્ષણિક અનુભવ ઉચ્ચ ગુણવત્તાનો હોય.

error: