Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે તેમજ વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી

વૃષભ (બ.વ.ઉ.)
શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના અને પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થાય. માનસિક ચિંતાથી દૂર રહેવું

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકોને ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે, કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય તેમજ દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય અને લે-વેચના કામકાજમાં લાભની સંભાવના

કર્ક (ડ.હ.)
વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ તેમજ મશીનરીને લગતા કામકાજમાં ફાયદો અને ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને તેમજ સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ

સિંહ (મ.ટ.)
વ્યવસાયમાં નવા કામ મળે તેમજ સાથી કર્મચારી અને સહયોગીથી લાભ અને મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થાય. તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું

કન્યા (પ.ઠ.ણ.)
કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં અને લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું તેમજ મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે. નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય

તુલા (ર.ત.)
સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી તેમજ ચંચળ સ્વભાવને સરળ બનાવો અને કારણ વગરની યાત્રાથી બચવું. આપના કરેલા સારા કામની સરાહના થાય

વૃશ્ચિક (ન.ય.)
નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું તેમજ સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો અને સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે. તબિયત બાબતે કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે તેમજ જવાબદારીવાળા કામમાં યશ મળશે અને લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે અને જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે

મકર (ખ.જ.)
સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે તેમજ કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી અને સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે તેમજ ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય

કુંભ (ગ.સ.શ.ષ.)
મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે અને પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે તેમજ નોકરી-ધંધામાં લાભ થશે અને ભાગીદારીથી મનમુટાવ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.)
વાહન ચલાવવામાં કાળજી રાખવી તેમજ વેપાર-ધંધામાં મહેનત વધશે અને અંગત માણસો સાથે ઉધારીથી બચવું. માનસિક અશાંતિનો અનુભવ થશે

error: