ખેડા જિલ્લાના ઉંઢેલામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત 4 પોલીસ કર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે. હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને 14 દિવસની કેદની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 4 આરોપી પોલીસ કર્મીઓએ કોર્ટના ઓર્ડર મળ્યાના 10 દિવસમાં હાજર થવા ફરમાન કપરવામાં આવ્યુ છે.
ખેડામાં પોલીસકર્મીઓએ આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો. જે પછી પોલીસ કર્મીઓ સામે કેસ થયો હતો. ત્યારે ગુનો નોંધાયા બાદ પોલીસકર્મીઓએ કોર્ટમાં અરજી કરી હતી અને પોલીસ વિભાગમાં એક દાયકાની સેવાને ધ્યાને લેવા રજૂઆત કરી હતી. સાથે જ પોલીસકર્મીઓએ વળતર આપવા અંગે પણ તૈયારી દર્શાવી હતી. જો કે આ કેસમાં ફરિયાદી સમાધાન કરવા તૈયાર જ નથી. ઉલ્લેખનીય છે કે 4 પોલીસકર્મીઓ વિરૂદ્ધ માર મારવાનો ગુનો નોંધાયો હતો.