Skip to main content

Satya Tv News

દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયુ છે. તો બીજી તરફ આજે જામનગરમાં પણ 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જો વાત દ્વારકાની કરીએ તો ખેતરમાં કામ કરતા સમયે હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. ઠાકર શેરડી ગામના પ્રેમજીભાઈ કણઝારીયાનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે.તો બીજી તરફ શક્તિનગર ગામના રામજી નકુમ નામના ખેડૂતનું પણ હાર્ટ એટેકથી મોત થયુ છે તો બીજી તરફ જામનગરમાં યુવાનને અચાનક છાતીમાં દુખાવો થયા બાદ એટેક આવતા મોત નિપજ્યુ હતુ. મળતી માહિતી અનુસાર તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલમાંથી દવા લીધી હતી.

error: