Satya Tv News

સુરત: નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. પલસાણા તાલુકાના ચલઠાણ ગામ પાસે આ અકસ્માતની ઘટના સામે આવી છે. મોપેડ પર જઈ રહેલા માતા પુત્રને અકસ્માત નડ્યો હતો. 5મા ધોરણમાં અભ્યાસ કરતા પુત્રને શાળાથી ઘરે લઈ જતા સમયે અકસ્માત સર્જાયો હતો. મોપેડનું બેલેન્સ બગડતા માતા પુત્ર રોડ પર પટકાયા હતા.

જે બાદ પાછળથી આવતા ટેન્કર નીચે પુત્ર કચડાયો હતો. જેથી માતાની નજર સામે જ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે માતાને પણ સામાન્ય ઈજા પહોંચી છે. સામે આવેલી વિગતો અનુસાર માતા પુત્ર પલસાણાના સાકી ગામના રહેવાસી છે. પુત્રના મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

error: