Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે અને મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો તેમજ ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે

વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે તેમજ રોજગારીની ઉત્તમ તકો મળશે અને ધાર્મિક કાર્યોમાં મન લાગશે તેમજ નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે

મિથુન (ક.છ.ઘ.)
સ્થાન પરિવર્તનના યોગો જણાય છે તેમજ લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે અને રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે, જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોને વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના અને શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું તેમજ ખાનપાનમાં કાળજી રાખવી, પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે

સિંહ (મ.ટ.)
મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી તેમજ પગ અને કમરના દર્દમાં સંભાળવું અને વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે, પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે તેમજ દામ્પત્ય સુખમાં સહયોગ મળશે અને તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું અને કામકાજમાં વિરોધીઓથી સાચવવું

તુલા (ર.ત.)
કામકાજમાં સાધારણ થાક અનુભવશો અને ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું તેમજ ધંધામાં સારી અનુકૂળતા જણાશે, ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે

વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતમાં લાભ થશે અને નોકરી-ધંધામાં સારો લાભ જણાશે તેમજ જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે અને વાહન ચલાવવામાં કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે અને માનસિક તણાવથી પરેશાની વધશે તેમજ સહકર્મચારીનો સારો સહયોગ મળશે અને લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં

મકર (ખ.જ.)
જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે અને આવકમાં વધારો થશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો તેમજ નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકોને આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે તેમજ પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે તેમજ ધંધાને અને પરિવારને સાથે ના રાખો અને યાત્રા-પ્રવાસના યોગ બનશે તેમજ પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે

error: