Satya Tv News

ગુરુવારના દિવસે પૂર્વ કૃષિમંત્રી કરસનજી મગનજી ઠાકોર પોતાના ઘરે જ હાજર હતા. આ દરમિયાન તેમણે જાણવા મળેલ કે, તેમની જમીનમાં કુલદીપ રાજેન્દ્ર ઠાકોર ટ્રેક્ટર લઈને આવ્યો છે અને જમીન ખેડી રહ્યો છે. જેથી કરસનજી ઠાકોર અને તેમનો પૌત્ર વિજય બાઈક લઈને પોતાની જમીને પહોંચ્યા હતા. જ્યાં તેમના જ એક બીજા દીકરા સહિતના છ ઇસમોએ ધોકા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને ધાક ધમકીઓ પોતાના પિતાને જ ધક્કો મારી જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપી હતી.આ દરમિયાન કરસનજીએ ગાળો બોલવાની ના પાડતા કુલદીપનું ઉપરાણું લઈને તેમના પુત્ર ગણપતજી, દશરથજી, તેમજ તેમના પૌત્રો હાથમાં ધોકા અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપવા લાગ્યા હતા. આ સાથે જમીનમાં ભાગ પાડી વહેંચણી કરી આપો નહીં તો આ ટ્રેક્ટર ચડાવી તમને જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘણા વર્ષોથી પૂર્વ મંત્રી કરસનજી મગનજી ઠાકોરના પરિવારમાં જમીનની વહેંચણી બાબતે પારિવારિક તેમજ પોતાના જ પુત્રો સાથે વિવાદ ચાલી રહ્યો હતો. સમગ્ર બાબતે કરસનજી ઠાકોરે તેમના અન્ય એક પુત્રને જાણ કરીને બાવલું પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા અને 6 વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. નોંધનિય છે કે, ઠાકોર કરશનજી વર્ષ 1980થી 1990 સુધી કડીના ધારાસભ્ય હતા અને 1985થી 90 સુધી કૃષિ મંત્રી તરીકે રહ્યા હતા.

error: