બારડોલીમાં 2015 ના વર્ષથી વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે માનવીય સહાય કરતા આવેલા આઈ એમ હ્યુમન ટ્રસ્ટ દ્વારા બારડોલીમાં ઉતરાયણના તહેવારની ઉજવણી કોઈ વાહનચાલક માટે પ્રાણઘાતક ન બને તે માટે દ્વિચક્રી વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ નું વિતરણ કરાયું હતું.તબીબી ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ સાથે અત્યંત સક્રિય આઈ એમ હ્યુમન ટ્રસ્ટ સંસ્થા દ્વારા ઘર વિહોણા ગરીબોને ભોજન અને ધાબળા સહિતની વ્યવસ્થા પુરા પાડવા સાથે બારડોલીમાં વિનામૂલ્યે અધ્યતન એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવે છે. ટ્રસ્ટના સ્વયંસેવકોએ બારડોલીના શહીદ ચોક મુકામે વાહન ચાલકોને ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના માંજાથી ઇજાઓ ન થાય તે માટે આશરે સેફટી ગાર્ડનું વિના મૂલ્ય વિતરણ કર્યું હતું.