પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ વિશ્વવંદનીય શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતિય પુત્ર આચાર્ય શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનને વિશ્વભરમાં વસતા કરોડો વૈષ્ણવ પરિવારજનોએ આ મહાન વિભૂતિને ગુસાઈજીના નામે પૂજન કરે છે. નગરમાં વિવિધ જગ્યાએથી શોભાયાત્રાઓ નિકળી હતી. ગુસાઇજીના જન્મ જયંતી મહોત્સવના મુખ્ય મનોરથી વડોદરાના ચંદ્રગોપાલ ગોવિંદલાલ ગાંધી અને મીનાક્ષી ગાંધી છે.
ડભોઇ નગરમાં વસતા દશાલાડ સમાજના જ્ઞાતિજનો અને ઝારોલા સમાજના જ્ઞાતિજનો દ્વારા આ ઉત્સવ ધાર્મિક ભક્તિભાવથી આજરોજ ઉજવ્યો હતો. દર્ભાવતિ નગરીમાં વસતા હજારો ઉપરાંત વૈષ્ણવોએ શ્રી ગુંસાઈજી ની જન્મ જયંતી નિમિત્તે ડભોઇ ઝારોલાવાગામાં આવેલ શ્રી દ્વારકાધીશ મંદિર, વિશાલલાડ વાગામાં આવેલ શ્રીનાથજીની હવેલી તેમજ ઉમા સોસાયટીમાં આવેલ છોટા દ્વારકાધીશની હવેલીમાં સવારથી જ મંગળવધો અને વધાઈ થી ગાજી ઉઠી હતી. હવેલીઓને ફુલહાર અને ડેકોરેશન વડે શણગારવામાં આવી હતી. ઝારોલા વાગામાં આવેલ શ્રી દ્વારકાધીશ હવેલીમાં સવારના દસ કલાકે સોનાના પલનાના મનોરથના દર્શન તથા રાજભોગ માં ૧૧.૩૦ કલાકે તિલકના દર્શન થતા હજારો વૈષ્ણવોએ આ દર્શનનો અમૂલ્ય લ્હાવો લીધો હતો.
ડભોઇના ઝારોલા વાગાના પરમ ભગવદીય વૈષ્ણવ બાલકૃષ્ણ એમ. શાહ ના નિવાસ્થાને થી નીકળેલ શોભાયાત્રામાં હજારો વૈષ્ણવો કેસરી રંગના ઉપરાના ઓઢીને જોડાયા હતા. જ્યારે મહિલાઓએ માથે કળશ લીધા હતા. આ શોભાયાત્રામાં સજાવેલી વિક્ટોરિયામાં શ્રી ગુંસાઈજી ની છબી પધરાવી હતી. શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રા ટાવર પાસે આવી પહોંચતાં મહિલાઓએ ગરબા ની ભવ્ય રમઝટ બોલાવી હતી. અને સુંદર આતશબાજી કરવામાં આવી હતી. આ શોભાયાત્રા જોવા માટે રાજમાર્ગો પર લોકો ઉમટી પડ્યા હતા. દ્વારકાધીશ હવેલી એ શોભાયાત્રા આવી પહોંચતા મનોરથી ચંદ્ર ગોપાલ ગાંધી અને મીનાક્ષી ગાંધી દ્વારા શોભાયાત્રાને ફૂલોવડે વધાવી હતી. આજ રીતના નગરમાં દશાલાડ સમાજ ના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નિકળી હતી. આ બંને શોભાયાત્રા ઓએ નગરમાં ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે દ્વારકાધીશ હવેલી ખાતે દરરોજ પાઠનું સ્મરણ કરવામાં આવતું હતું. તેમજ અખંડ દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. શોભાયાત્રા પૂરી થયા બાદ રાત્રિના પ્રસાદી લેવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.ત્રણેવ વૈષ્ણવ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ