ભારતનાં સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો નો પીએમ મોદી આજે પ્રારંભ કરાવશે. ટ્રેડ શો માં યુએસ. જાપાન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિત તમામ દેશો ઉપસ્થિત રહેશે. ટ્રેડ શો માં આત્મ નિર્ભર ગુજરાત માટે વિશેષ પેવેલિયન. તેમજ ટ્રેડ શો માં સૌથી મોટી જગ્યા જાપાન જેટરોની છે. ટ્રેડ શોમાં 20 દેશોનાં સ્ટોલ અને પ્રદર્શન યોજાનાર છે.
વડાપ્રધાન મોદી આજો 5 ગ્લોબલ કંપનીનાં સીઈઓ સાથે બેઠક કરશે. મહાત્મા મંદિર ખાતે સીઈઓ સાથે બેઠકનું આયોજન કરાયું છે. મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ સાથે પણ વડાપ્રધાન બેઠક કરશે. તેમજ બપોરે હેલિપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શો ની શરૂઆત કરાવશે. જ્યારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર UAE ના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન ઝયેદ અલ નહ્યાન અમદાવાદ આવશે. યુએઈ નાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી એરપોર્ટથી ગાંધીઆશ્મ સુધી રોડ શો કરશે. તેમજ ગાંધીનગરમાં હોટલ લીલામાં સાંજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએઈનાં રાષ્ટ્રપતિની હાજરીમાં વિશેષ એમઓયુ થશે. રાત્રે હોટલ લીલામાં યુએઈનાં રાષ્ટ્રપતિ સાથે ડિનર ડિપ્લોમસીનું આયોજન કરશે. પીએમ મોદી આવતીકાલે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે. તેમજ સમિટનાં ઉદ્ઘાટન બાદ દ્વિપક્ષીય બેઠકો અને સીઈઓ સાથે બેઠક કરશે. આવતીકાલે ગિફ્ટ સીટીમાં ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.