હરિયાણાના સિરસાની ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની 500 વિદ્યાર્થિનીઓએ એક પ્રોફેસર પર યૌન શૌષણના ગંભીર આરોપ લગાવ્યો છે.વિદ્યાર્થિનીઓએ પીએમ મોદી, સીએમ મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ અને મહિલા આયોગને ફરીયાદ લખી છે. પીડિતાઓએ લખ્યું છે કે લંપટ પ્રોફેસર તેની ચેમ્બરમાં વારાફરતી છોકરીઓને બોલાવતો અને પછી તેમને બાથરુમમાં લઈ જતો જ્યાં પ્રાઈવેટ પાર્ટ્સનો સ્પર્શ કરતો અને તેમની સાથે અશ્લિલ કૃત્યો કરતો. છોકરીઓએ એવું પણ કહ્યું કે જ્યારે તેમણે વિરોધ કર્યો તો પ્રોફેસર તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.
આરોપોની ગંભીરતાના જવાબમાં આ મામલાની સંપૂર્ણ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ પહેલીવાર નથી જ્યારે પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હોય, પરંતુ અગાઉ તેને કોઈ પણ ગેરરીતિમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.