Satya Tv News

સૂચના સેઠ નામની આ મહિલા એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીની CEO છે. મહિલાના લગ્ન વર્ષ 2010માં જ થયા હતા અને વર્ષ 2019માં તેમને એક પુત્રનો જન્મ થયો હતો. સાથે જ જાણવા મળ્યું છે કે મહિલાનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે બંને કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાં લાંબા સમય સુધી સુનાવણી ચાલી. આખરે કોર્ટે બંનેના છૂટાછેડા સ્વીકારી લીધા હતા. આ સાથે કોર્ટે આદેશ આપ્યો હતો કે મહિલાના પતિ રવિવારે તેમના બાળકને મળી શકે છે, પરંતુ મહિલાને કોર્ટનો આ આદેશ પસંદ આવ્યો ન હતો. એટલા માટે મહિલા ગોવા આવી અને તેનો પતિ દીકરાને મળી ન શકે એટલા માટે દીકરાની હત્યા કરી હોવાનું કહેવાય રહ્યું છે.

હોટલનો સ્ટાફ જ્યારે સફાઈ માટે આવ્યો ત્યારે રુમમાં લોહીના ડાઘ જોઈને હોટલ મેનેજમેન્ટને જાણ કરી હતી અને પછી ગોવા પોલીસને બોલાવાઈ હતી. સીસીટીવી ચેક કરતા પોલીસને મહિલા તેના પુત્ર સાથે હોટલમાં આવતી જોવા મળી હતી પરંતુ 8 જાન્યુઆરીએ તે બહાર નીકળી ત્યારે એકલી હતી અને તેના હાથમાં બેગ હતી. આ વાતને કારણે જ પોલીસનો શક ગહેરાયો હતો. બેગમાં પુત્રની લાશ લઈને નીકળેલી સૂચનાએ બહાર આવીને ટેક્સીમાં જ બેંગ્લુરુ જવાનો આગ્રહ રાખ્યો હતો. સ્ટાફે મહિલાને કહ્યું કે 600 કિમી દૂર 12 કલાકના પ્રવાસને બદલે ફ્લાઈટમાં જવું સારુ પરંતુ સૂચનાએ ના પાડી હતી અને બેંગ્લુરુ જવા ટેક્સી જ પકડી. કારણ કે તેની સાથે બેગમાં પુત્રની લાશ હતી.

સીસીટીવી ફૂટેજને આધારે શંકા પડતાં પોલીસે કેબ ડ્રાઈવરને ટ્રેસ કર્યો હતો અને તેની સાથે તેની કોંકણી ભાષામાં વાત કરી હતી. સૂચના આ ભાષા સમજી શકી નહોતી. અને ત્યારે પોલીસે ડ્રાઈવર પાસે કેબમાં પોલીસ સ્ટેશનમાં લેવડાવી અને જ્યાં તેનો લગેજ ચેક કરતાં તેમાંથી પુત્રની ડેડબોડી મળી આવી હતી.

error: