Satya Tv News


જંગલ સફારીમાં ત્રણ નવા વિદેશી મહેમાનોનું આગમન,ઉરાંગઉટાંગ, જેગુઆર,સફેદસિંહને જંગલ સફારીમાં લવાયા
વિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન,સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ,જંગલ સફારી બન્યું સિંહ,જગુઆર,ઉરાંગ ઉટાંગનો નવો ગઢ


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં ૨૦૨૪ના નવા વર્ષમાં ત્રણ નવા વિદેશી મહેમાનોનું આગમન થયું છે. જેમાં 1)સફેદ સિંહ, 2)જેગુઆર તથા 3)ઉરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા મુકાતા આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

એક્તા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં પથરાયેલા ઝૂઓલોજીક્લ પાર્ક જંગલસફારીમાં 1500થી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેક્માં મુકવામાં આવ્યા છે .અને સમયાંતરે નવા પક્ષીઓનો જંગલમાં પશુઓ સફારીમાં ઉમેરો કરવામાં આવેછે. આગાઉ સ્નેક હાઉસ પણખુલ્લું મુકવામાં આવ્યું હતું. હવે વધુ નવા ત્રણ વિદેશી પ્રાણીઓને દુબઇના એનિમલ ઝૂમાંથી ઉરાંગઉટાંગ, જેગુઆર અને સફેદસિંહ પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે

ત્રણ સફેદ સિંહોમાં બે માદા અને એક નરનો સમાવેશ થાય છે, જ્યારે બે જેગુઆરમાં એક નર તથા એક માદા છે. તેવી જ રીતે એક ઉરાંગ ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે.

ત્રણેય સફેદ સિંહોએ પ્રથમવાર પિંજરામાં પગ મૂકતા જ પોતાના વિસ્તારની રેકી કરી અને ઘણી વાર ચક્કર લગાવ્યાં હતાં . જંગલ સફારીના તંત્રે ત્રણેય સફેદ સિંહોને સારું વાતાવરણ પુરૂ પાડવા માટે માંચડા તથા ગુફા જેવી પ્રતિકૃતિઓ બનાવી છે.

સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકાના ઉપ-સહારીય અને સવાના વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં ઘાસના મોટા મેદાનો અથવા ગાઢ ઝાડીઓ ધરાવતા જંગલમાં તેઓ રહે છે. સફેદ સિંહો પણ ઝુંડમાં રહે છે. તેમની સરેરાશ વય 14 થી 20 વર્ષ હોય છે. તેમનું વજન 150 થી 250 કિલો સુધી હોય છે અને લંબાઈ સરેરાશ ૧૦ થી ૧૨ ફુટ હોય છે.

જેગુઆર બિલાડી કુળનું પ્રાણી છે, અને મુખ્યત્વે ઉત્તર તેમજ દક્ષિણી અમેરિકામાં જોવા મળે છે. જેગુઆર દેખાવમાં ભારતીય દીપડા જેવો લાગે છે, પરંતુ તેનું શરીર દીપડા કરતા મોટું અને શક્તિશાળી હોય છે. જેગુઆરને પાણી પાસે રહેવું ગમે છે. તેથી જંગલ સફારી તંત્રે જેગુઆરના વાડામાં એક પાણીનું એક નાનકડું ઝરણું પણ બનાવ્યું છે. રહેણી-કરણી તથા આક્રમકતામાં જેગુઆર વાઘ જેવા જ મનાય છે. જંગલ સફારીમાં જેગુઆરનું પીંજરું ભારતીય દીપડા તથા સફેદ સિંહની વચ્ચે છે. પ્રવાસીઓ તેમને કાંચના મજબૂત આવરણની બીજી બાજુથી જોઈ શકે છે.

જયારે જંગલ સફારીમાં આવેલ ત્રીજા સભ્ય ઉરાંગ ઉટાંગછે.બાકી બંને શિકારી પ્રજાતિઓ સફેદ સિંહ તથા જેગુઆરથી અલગ પોતાના વાડામાં ધીંગા-મસ્તી કરતા નજરે ચડ્યા છે.

ઉરાંગ ઉટાંગ મુખ્યત્વે ઇન્ડોનેશિયા તેમજ મલેશિયાના જંગલોમાં જોવા મળે છે. ઉરાંગ ઉટાંગ એક વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિ છે કે જેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અત્યંત જરૂરી છે.

ઉરાંગ ઉટાંગને જંગલ સફારીમાં શ્રેષ્ઠ વાતાવરણ પૂરૂ પાડવા માટે એક મોટો વિસ્તાર ખાસ ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે. આ વાડામાં ઉરાંગ ઉટાંગ માટે ઘણી બધા મજબૂત દોરડા બાંધવામાં આવ્યા છે કે જેથી તેને હરવા-ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

જંગલ સફારી ખાતે લાવવામાં આવેલ ત્રણેય પ્રજાતિઓના પ્રાણી વિલુપ્ત થતી પ્રજાતિઓ સાથે સંબંધ ધરાવે છે. એવામાં આ પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ ખૂબ જ જરૂરી છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: