અજમેર શરીફની દરગાહ પર આ વર્ષે 812મો ઉર્સ ઊજવવામાં આવશે.ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર દરવર્ષે ઉર્સનાં અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતાં હોય છે. છેલ્લાં 10 વર્ષથી PM મોદી અજમેર શરીફ દરગાહ માટે આ ચાદર મોકલી રહ્યાં છે. 13 જાન્યુઆરીનાં રોજ PM દ્વારા મોકલવામાં આવેલી આ ચાદર દરગાહ પર ચઢાવવામાં આવશે.ચાદર મોકલવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનવતાનો સંદેશ પણ આપે છે. ગયા વર્ષે તેમણે સંદેશ મોકલ્યો હતો કે- વિશ્વને પ્રેમ, સંવાદિતા અને ભાઈચારાનો સંદેશ આપનાર મહાન સૂફી સંતના વાર્ષિક ઉર્સ પર અજમેર શરીફની દરગાહ પર ચાદર મોકલીને હું પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.