આજરોજ સાગબારા તાલુકાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અધિકારી શ્રી શૈલેષ નીઝમાં સાહેબની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી સાથે સાથે એ બાબતનું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું કે સરકારી પંચ તરીકે કોઈ એક જ ગ્રુપના શિક્ષકોને વારંવાર લેવાને બદલે રોટેશન મુજબ તમામ ગ્રુપના શિક્ષકોને સામેલ કરવામાં આવે તથા આ કામગીરીમાંથી મહિલા શિક્ષિકાઓને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે. આ તકે જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા, તાલુકા અધ્યક્ષ વિક્રમભાઈ વસાવા, જિલ્લા ઉપાધ્યક્ષ વિપુલભાઈ, મહામંત્રી અવિનાશભાઈ વળવી, આંતરિક ઓડિટર ફતેસિંહભાઈ વસાવા, મંત્રી અયુબ્બભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા એમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાગબારા તાલુકાના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયુ છે.