ડભોઇ તાલુકાના કરનેટ અને ભીમપુરા વચ્ચે ઓરસંગ નદીના કિનારે ગેરકાયદેસર રેતી ખનન કરી સ્ટોક કરતા ભૂ માફિયા સામે ખાણખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવામાં આવ્યો હતો. જેમાં 3 રેતીની ટ્રક અને જેસીબી મશીન આશરે 50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બેફામ બનેલા ભૂ માફિયા સામે ખાણખનીજ વિભાગે સપાટો બોલવાનું શરૂ કર્યું છે. ડભોઇ ઓરસંગ નદીના પટમાં કરનેટ અને ભીમપુરા વચ્ચે કેટલાક ભૂ માફીયાઓ દ્વારા રેતી ખોદી ખનન કરી ગેરકાયદેસર સ્ટોક કરતા હતા. જેને લઇ વડોદરા ખાણખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી 3 રેતીની ટ્રક અને એક જેસીબી મશીન રૂ.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મુદ્દામાલ ડભોઇ પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.