મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે અને જમીન અથવા ખેતીમાં લાભ જણાશે, નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય
વૃષભ (બ.વ.ઉ.)
ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે, વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે
મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે અને કામમાં મહેનત વધારે કરવી પડશે તેમજ ધન બાબતે પરેશાની જણાશે અને વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે
કર્ક (ડ.હ.)
પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે અને સામાન્ય માનસિક તનાવ જણાશે તેમજ પાચન સંબંધી તકલીફ જણાશે, ઉપરી અધિકારીથી તકલીફ જણાશે
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોને પારિવારિક સંબંધોમાં લાભ થશે તેમજ સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે અને આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે
કન્યા (પ.ઠ.ણ.)
વિકાસના કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ ન્યાય તમારા પક્ષે રહેશે, ધંધામાં લાભ થશે
તુલા (ર.ત.)
આ રાશિના જાતકોને કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે
વૃશ્ચિક (ન.ય.)
અકારણ ચિંતાથી કામ બગડશે અને ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે તેમજ કામકાજમાં ઓછી સફળતા જણાય છે, મહેનત વધે અને ફળ ઓછું મળે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે તેમજ આર્થિક બાબતોમાં વિકાસ થશે, સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે
મકર (ખ.જ)
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે અને યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે
કુંભ (ગ.શ.ષ.સ.)
ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે અને પદોન્નતિ માટે નવી તકો મળશે તેમજ પરિવારનો પ્રેમ મેળવી શકશો, આપના મનની મૂંઝવણો દૂર થશે
મીન (દ.ચ.ઝ.થ)
કામકાજમાં સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે, નોકરીયાત વર્ગ માટે સારો સમય છે