Satya Tv News

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોનો ભેટો બેફામ અને જોખમી રીતે દોડતા ટ્રેકટરો સાથે થઇ રહ્યો છે. તહેવારો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પોલીસને આ વાહનો કેમ નજરે પડતા નથી તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.હાલમાં સુગર ફેકટરીઓમાં પીલાણની કામગીરી ચાલી રહી છે. આ માટે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાંથી શેરડી કાપી તેને ખેતરોમાંથી સુગર ફેકટરીઓમાં પહોંચાડવામાં આવે છે. ઓછા ફેરામાં વધુ કમાણી કરવા માટે કોન્ટ્રાકટર શેરડી ટ્રેકટરોમાં ઓવરલોડ ભરે છે. ટ્રેક્ટરની પાછળ લગાડવામાં આવેલ ટ્રેલરમાંએ હદે ઓવરલોડ શેરડી ભરવામાં આવે છે કે ટ્રેકરના આગળના પૈડાં ઉંચા થઇ જાય છે.આ સંજોગોમાં વાહન પર સંપૂર્ણ કાબુ રહેતો નથી અને આસપાસથી પસાર થતા વાહનચાલકોએ અકસ્માતના જોખમનો સામનો કરવો પડે છે.

error: