મૃતકોમાં કોણ કોણ સામેલ
સકીના શેખ
મુઆવજા શેખ
આયત મન્સૂરી
અયાન મોહમ્મદ ગાંધી
રેહાન ખલીફા
વિશ્વા નિઝામ
જુહાબિયા સુબેદાર
આયેશા ખલીફા
નેન્સી માછી
હેત્વી શાહ
રોશની સૂરવે
મૃતક લેડી ટીચર
છાયા પટેલ
ફાલ્ગુની સુરતી
એક લેડી ટીચરનો દાવો છે કે બોટમાં 30 જેટલા લોકો સવાર હતા પરંતુ 82 બાળકો હરણી તળાવ પર પિકનીક માટે ગયા હતા. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે.હરણી લેકમાં જે બોટ ડૂબી ગઈ હતી તેનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના કોન્ટ્રાક્ટરને નામે છે જે મોટું માથું હોવાનું મનાઈ રહ્યું છે, એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ જૈનને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી છે.
બોટ ટ્રેજેડીની સૌથી કરુણ વાત એ છે કે જે બાળકોએ લાઈફ જેકેટ નહોતા પહેર્યાં તેઓ બધા ડૂબી ગયા પરંતુ લાઈફ જેકેટવાળા વિદ્યાર્થીઓ બચી ગયા હતા. આ ઘટનાથી ચેતવા જેવું એ છે કે પાણીમાં બોટિંગ વખતે લાઈક જેકેટ પહેરવું અનિવાર્ય છે જેથી કરીને અકસ્માતના કિસ્સામાં બચી શકાય. બોટિંગ કરતી વખતે લાઈફ જેકેટ પહેરવું ખૂબ અનિવાર્ય છે. વડોદરાની આ ઘટનાથી લોકોએ ચેતવા જેવું છે. બોટ ટ્રેજેડીનો ભોગ બનનાર બાળકો સનરાઈઝ સ્કૂલના હતા અને ભારતનું જાણીતી ઉદ્યોગ જૂથ વાડિયા પરિવાર સ્કૂલનો માલિક છે. થોડા સમય પહેલા વડોદરાના ગ્રાઉન્ડ ખાતેના પીએમ મોદીના કાર્યક્રમમાં વાડિયા પરિવારના સભ્યો હાજર રહ્યાં હતા.પરેશ શાહે પોતાને મળેલો બોટિંગનો કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો તેની મનપાને જાણ કરી હતી કે નહીં, તે પણ રહસ્ય છે. બોટીંગમાં લાઇફ જેકેટ ન અપાવા અને કેપેસિટી કરતાં વધુ બાળકોની સવારી માટે કોણ જવાબદાર છે?