Satya Tv News

અત્યારે તો ભગવાન રામના પોસ્ટરને ફાડીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર યુવકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. હિન્દુ સેવાના છોટુ કુશવાહાએ ગ્લાલિયરના એસપી રાજેશ સિંહ ચંદેલને આ પોસ્ટને લઈને ફરિયાદ કરી હતી. જેથી પોલીસે આ મામલાને ઉગ્રતાથી લઈને તપાસ હાથ ધરી હતી અને સોશિયલ મીડિયા એજન્સીઓને ઈમેઈલ કર્યો હતો. આ વ્યક્તિ ઈન્સ્ટાગ્રામ પર પોતાને ગોપાલ રાવણ બતાવી રહ્યો છે. જેના ડીપીમાં ભીમ આર્મી નેતા ચંદ્રશેખર રાવણની તસવીર લગાવવામાં આવેલી છે.

આ મામલે હિન્દુ સેનાએ પોસ્ટ વાયરલ કરનાર વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં અન્ય એક આરોપી પણ સામેલ હોવાની વાત સામે આવી છે જેની તપાસ અત્યારે ચાલી રહી છે.ગ્લાલિયરના એસપી રાજેશ સિંહ ચંદેલે કહ્યું કે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં એક છોકરો આમંત્રણ પત્રને ફાડતો જોવા મળી રહ્યો છે. જેના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોસ્ટ વાયરલ કરનાર વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે. ગ્લાલિયરના એસપી રાજેશ સિંહ ચંદેલે કહ્યું કે આવી પોસ્ટ બીજા લોકોની ભાવનાને ઠેસ પહોંચાડે છે. જેથી આ એક દંડનીય ગુનો છે. જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

error: