Satya Tv News

ભગવો લહેરાવ્યાંના ત્રણ દિવસ બાદ કોઠારી બંધુઓની ગોળી મારીને કરી દેવાઈ હતી હત્યા

હત્યા બાદ સમગ્ર દેશભરમાં ઉગ્ર બન્યું હતું રામ મંદિર આંદોલન

500 વર્ષના સંઘર્ષ બાદ આખરે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. 22 જાન્યુઆરીએ રામલલા સંપૂર્ણ હિન્દુ વિધિ-વિધાન સાથે મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યાં છે જો કે આ ક્ષણ લાખો લોકોના બલિદાન બાદ આવી છે. ઈતિહાસ સાક્ષી છે કે 1528માં મંદિર તોડવાના સમયે સંતો અને બાબરની સેના વચ્ચે યુદ્ધ થયું હતું. લખનઉ ગેઝેટિયરમાં જાણવા મળ્યું છે કે 1,74,000 હિન્દુઓની હત્યા બાદ મીર બકી મંદિરને તોડી પાડવામાં સફળ થયો હતો તેમાં દેવીદીન પાંડે, મહારાજ રણવિજય સિંહ, રાણી જયરાજ કુમારી હંસવાર, સ્વામી મહેશ્વરાનંદજીના નામ આજે પણ યાદ છે. સેંકડો વર્ષ બાદ જ્યારે રામ મંદિર આંદોલન ફરી શરૂ થયું ત્યારે કોલકાતાના બે ભાઇઓએ બાબરી પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો જોકે તેમણે બાબરી મસ્જિદ પર ભગવો લહેરાવાની કિંમત પોતાનો પ્રાણ આપીને ચૂકવી હતી. ભગવો લહેરાવ્યાંના ત્રણ દિવસ બાદ રસ્તા પર ઉભા રાખીને કોઠારી બંધુઓની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

રામકુમાર કોઠારી અને શરદ કોઠારી બંને ભાઈઓ હતા. તેઓ કોલકાતાના બારા બજારમાં રહેતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હતા. 1990માં જ્યારે રામ મંદિર આંદોલન શરૂ થયું.ત્યારે તેમણે પણ કાર સેવામાં ભાગ લેવા અયોધ્યા જવાનો નિર્ણય કર્યો હતો, તે વખતે અયોધ્યામાં રામ મંદિરના કારસેવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકો પહોંચી રહ્યા હતા.કોઠારી ભાઈઓ જ્યારે અયોધ્યા જવા તૈયાર થયા ત્યારે તેમના પિતાએ એમ કહીને અટકાવ્યા કે બહેન પૂર્ણિમાના લગ્ન છે એટલો થોડા દિવસ રોકાઈ જાય પરંતુ બન્નેએ જલદી પાછા આવશે તેવું વચન આપીને ગયા પરંતુ ક્યારેક પાછા ન આવ્યાં. તેઓ 22 ઓક્ટોબરની રાત્રે કોલકાતાથી ટ્રેનમાં સવાર થઈને વારાણસી પહોંચ્યો હતો. અહીંથી તેઓએ ટેક્સી લીધી, જેને રસ્તામાં રોકી દેવામાં આવી. આ પછી, બંને ભાઈઓએ આઝમગઢના ફૂલપુરથી પગપાળા યાત્રા શરૂ કરી હતી. લગભગ 200 કિલોમીટર ચાલીને તેઓ અયોધ્યા પહોંચ્યા હતા. રામકુમાર કોઠારી અને શરદ કોઠારી ૩૦ ઓક્ટોબરે વિવાદિત સંકુલ પહોંચ્યા હતા. તે સમયે અયોધ્યામાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારે અશોક સિંઘલ, ઉમા ભારતી અને વિનય કટિયારની આગેવાનીમાં કારસેવકોનું એક જૂથ વિવાદિત પરિસર તરફ આગળ વધી રહ્યું હતું. લાખો કારસેવકો અયોધ્યા પહોંચી ગયા હતા. એવું કહેવામાં આવે છે કે લગભગ 5 હજાર કારસેવકો વિવાદિત પરિસરમાં પહોંચી ગયા હતા. તક જોઈને કોઠારી બંધુઓ બાબરીના ગૂંબજ પર ચઢી ગયા હતા અને ભગવો લહેરાવી દીધો હતો.

ભગવો લહેરાવ્યાં બાદ તત્કાલિન સીએમ મુલાયમ સિંહે કાર સેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. કારસેવા સાથે સંકળાયેલા ડો.રણજીતસિંહ જણાવે છે કે, 2 નવેમ્બરના રોજ વિનય કટિયારની આગેવાનીમાં એક જથ્થો હનુમાન ગઢી તરફ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘણા લોકો ત્યાં એક ઘરમાં સંતાઈ ગયા હતા. પોલીસે એક ભાઈને બહાર કાઢ્યો અને તેને શેરીમાં ગોળી મારી દીધી. જ્યારે બીજો તેની મદદે આવ્યો ત્યારે તેને પણ ગોળી મારી દેવાઈ હતી આ રીતે બન્ને ભાઈઓનું રસ્તા વચ્ચે જ મોત થયું હતું. હત્યા બાદ સમગ્ર દેશભરમાં રામ મંદિર આંદોલન ઉગ્ર બન્યું હતું.

error: