Satya Tv News

મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને પુત્રવધૂ શ્લોકા હાજર રહ્યા હતા. આખો પરિવાર ભગવાન રામના દર્શને ગયો, આ અવસર પર આખો પરિવાર ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહ્યો હતો. મુકેશ અંબાણીના પરિવાર તરફથી રામ મંદિર ટ્રસ્ટને 2.51 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુકેશ અંબાણીએ કહ્યું કે ભગવાન શ્રી રામ આવી રહ્યા છે. હું ભાગ્યશાળી છું કે હું આ ક્ષણનો સાક્ષી છું. નીતા અંબાણીએ કહ્યું કે, ‘પહેલા જય શ્રી રામ… આ એક ઐતિહાસિક દિવસ છે. મને ભારતીય સંસ્કૃતિ પર ગર્વ છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ કહ્યું હતું કે આ દિવસ ઇતિહાસના પાનામાં લખાશે. ઈશા અંબાણીએ કહ્યું- આજનો દિવસ અમારા માટે સૌથી પવિત્ર દિવસોમાંનો એક છે. ઈશા અંબાણીની સાથે તેમના પતિ આનંદ પીરામલ પણ હતા, જેમણે કહ્યું હતું કે, “જય શ્રી રામ ! મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભગવાન રામજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અનંત સાથે તેની થનારી પત્ની રાધિકા પણ હાજર હતી.

error: