ભિવાની શહેરના જવાહર ચોકમાં એક સામાજિક સંસ્થા દ્વારા ભગવાન રામના રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ગીત દ્વારા રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી. જ્યારે ગીત સમાપ્ત થયું, ત્યારે હનુમાનજીનું અભિનય કરી રહેલા હરીશ મહેતાએ રામજીના ચરણોમાં પ્રણામ કરતાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. મંચન દરમિયાન રામના ચરણોમાં પૂજા કરવાની હતી. હનુમાન હરીશ બન્યા અને પૂજા કરવા માટે રામજીના ચરણોમાં મસ્તક મૂક્યું કે તરત તેમનો જીવ જતો રહ્યો હતો. ઘણા સમય સુધી તો પ્રેક્ષકોને એમ જ લાગ્યું કે તેઓ હજુ પણ શીશ ઝુકાવી રહ્યાં છે પરંતુ મોડે સુધી ન ઉઠ્યાં ત્યારે લોકોએ તેમને પકડીને બેઠા કરતાં ત્યારે ખબર પડી કે તેઓ મરી ચૂક્યા છે. મૃતક હરીશ વિદ્યુત વિભાગમાંથી જેઈના પદ પરથી નિવૃત્ત થયો હતો અને છેલ્લા 25 વર્ષથી હનુમાનની ભૂમિકા ભજવતો હતો.