Satya Tv News

વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થવા પામ્યો છે. બોટમાં ઓરવલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. પોલીસ તેમજ એફએસએલ રિપોર્ટની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે. બોટમાં ઓવરલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી દુર્ઘટના સર્જાયાનો ખુલાસો થયો છે. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડી દીધા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા જેથી ટર્ન લેતી વખતે બોટ પલ્ટી મારી ગઈ હતી. તેમજ બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી હતી. આ સમગ્ર બાબતે કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્રે એક ટન વજનની હતી.

error: