Satya Tv News

દિલ્હીના કાલકાજી મંદિરમાં 26 જાન્યુઆરીએ માતાજીના જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગરણમાં રાત્રે લગભગ 12.30 વાગ્યે 1500 થી 1600 લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન ભીડ આયોજકો અને VIPના પરિવારજનોને બેસવા માટે બનાવેલા સ્ટેજ પર ચઢી ગઈ હતી ત્યારબાદ સ્ટેજ નીચે પડી ગયો હતો. આ અકસ્માતમાં સ્ટેજ નીચે બેઠેલા 17 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અકસ્માતમાં ઘાયલ 45 વર્ષીય મહિલાને બે લોકો ઓટોમાં મેક્સ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. જોકે હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. આ તરફ અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

જાગરણમાં બોલિવૂડના પ્રખ્યાત સિંગર બી પ્રાક પહોંચ્યા હતા, તેમને જોવા માટે ભીડ ઉમટી પડી હતી. દરમિયાન મંદિર પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. બી પ્રાકે કહ્યું કે, હું કાલકાજી મંદિર ગયો હતો જ્યાં અકસ્માત થયો હતો. લોકોને નુકસાન થયું છે, મને આશા છે. જેઓ ઘાયલ છે તેઓ જલદી સ્વસ્થ થઈ જાય. તેમણે એમ પણ કહ્યું કે, મેનેજિંગ લોકોએ કાળજી લેવી જોઈએ. પોલીસ એમ કહે છે કે, આ કાર્યક્રમના આયોજન માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે આયોજકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 337/304 A/188 હેઠળ કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

error: