આરોપીની ઓળખ સુનિલ કુમાર તરીકે થઈ છે. તે અલવર બનસુરનો રહેવાસી છે. આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે 2020માં યુપીએસસીની પરીક્ષા આપી હતી. જેમાં નાપાસ થયા બાદ તેણે ગામમાં ખોટા સમાચાર ફેલાવ્યાં કે તે યુપીએસસીમાં પાસ થયો છે. ગામમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેણે આઈપીએસનો ગણવેશ મંગાવ્યો, એક સ્ટાર પણ ખરીદ્યો અને પોતાના ખભા પર બેજ પહેરીને બતાવ્યું કે તેનું જુઠ્ઠાણું સાચું છે. તેણે ઓનલાઈન આઈપીએસ અધિકારીઓની રહેણીકહેણી પણ શીખી હતી. આઈપીએસના ઓથા હેઠળ સગાઈ પણ કરી લીધી હતી.
આરોપીએ નકલી આઈપીએસ બનીને ઘણા મોટા મંચો પર સન્માન પણ મળ્યા હતા, જ્યાં તેની સાથે ટોચના પોલીસ અધિકારીઓ પણ બેઠેલા જોવા મળ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના નામે બનાવટી અભિનંદન પત્રો પણ શેર કર્યા હતા. પોલીસ સર્કીટ હાઉસ પહોંચી તપાસ કરતા મામલો સામે આવ્યો હતો. ત્યારે ઉદયપુરના એસપી ભુવન ભૂષણ યાદવ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારે આરોપીએ ઊંધા હાથની સલામી આપતાં તે પકડાઈ ગયો હતો. પોલીસે સીબીઆઈ અધિકારીઓનો પણ સંપર્ક કરીને આરોપી વિશે જાણવા માગ્યું ત્યારે પણ ખુલાસો થયો કે સીબીઆઈમાં આવો કોઈ વ્યક્તિ છે જ નહીં.