મંગળવારે [30 જાન્યુઆરી] બપોરે લગભગ 2.30 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો અને કેટલાક કલાકો સુધી ચાલુ રહ્યો હતો. બંને મૃતકોની ઓળખ 33 વર્ષીય નોંગથોમ્બમ માઈકલ અને 25 વર્ષીય મીસ્નામ ખાબા તરીકે થઈ છે. 30 જાન્યુઆરીની સાંજે તેમના મૃતદેહને રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવ્યો હતો.મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં ફાયરિંગ થયું હતું. ફાયરિંગની ઘટના બાદ ઓછામાં ઓછો એક વ્યક્તિ ગુમ હોવાનું પણ કહેવાય છે. આ હિંસામાં ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચા [BJYM] ના પૂર્વ અધ્યક્ષ મનોહરમયુમ બારિશ શર્મા ગોળીબારમાં ઘાયલ થયો છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
મણિપુરમાં છેલ્લા એક મહિનામાં ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. ગયા વર્ષે 3 મે 2022ના રોજ રાજ્યમાં શરૂ થયેલી હિંસામાં 180 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે. રાજ્યમાં ઓછામાં ઓછા 60,000 કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી હોવા છતાં આઠ મહિનાથી વધુ સમયથી હિંસા ચાલુ છે.