Satya Tv News

પક્ષી અને માનવ વચ્ચે ના લાગણીસભર સંબંધોનો આ અનોખો કિસ્સો હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પંચમહાલના ઘોઘંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં નરેશ પરમાર નામના 17વર્ષની વયે નિધન થતા મિત્રની અંતિમયાત્રામાં નનામી સાથે જ રહેલા પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબોગરીબ કિસ્સાથી લોકોની આંખો પણ ભીની થઈ છે. નરેશ પરમારની અંતિમયાત્રામાં આંખમાં આંસુ સાથે મિત્ર પોપટ પણ જોડાયા બાદ ડાધુઓએ પોપટને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોતાની સાથે આત્મીયતાથી બંધાયેલ સંબંધને મૂકી પોપટ કેમ ઊડી શકે ? આ પોપટ જ્યાં સુધી તેના મિત્ર નરેશ પરમારની ચિતા શાંત ન થઈ ત્યાં સુધી સ્મશાન માં જ રહ્યો હતો.

Created with Snap
error: