Jio Financial Services અને HDFC બેંક Paytmનો વોલેટ બિઝનેસ ખરીદવા જઈ રહી છે? આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. અગ્રણી નાણાકીય સેવા કંપની Paytmએ સોમવારે આવા તમામ સટ્ટાકીય સમાચારોને ફગાવી દીધા છે.Paytm ની ઓનર કંપની One97 Communications અને Jio Financials એ આ મામલે પોતાનો ખુલાસો કર્યો છે. જો કે એચડીએફસી બેંક દ્વારા પેટીએમ બચાવવાની વાત ચાલી રહી છે, પરંતુ બેંક દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની Jio ફાયનાન્સિયલ સર્વિસે સોમવારે સ્પષ્ટ કર્યું કે તે ‘Paytm વોલેટ’ ખરીદવા અંગે One97 કોમ્યુનિકેશન્સ સાથે કોઈપણ વાતચીતના પક્ષમાં નથી. શેરબજારને આપેલી વિગતોમાં Jio Financial Services Limitedએ કહ્યું કે આ અંગે મીડિયામાં ચાલી રહેલા તમામ સમાચારો તમામ અફવા છે. અમે આવી કોઈપણ વાતચીતમાં સામેલ નથી.Paytm એ પણ આ મામલે સ્પષ્ટતા આપી છે. શેરબજારોએ પણ આ અંગે સ્પષ્ટતા માંગી હતી. Paytm એ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે Jio Financial સાથે કોઈપણ પ્રકારની ડીલની વાત થઈ નથી આથી તમામ સમાચાર બનાવટી છે. આનો કોઈ આધાર નથી અને તે હકીકતમાં ખોટા છે.