Skip to main content

Satya Tv News

વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
બુટલેગર ફરાર થઈ ગયો
3 હજારનો મુદ્દા માલ કબજે

વાલિયા પોલીસે ડહેલી ગામના પારસી ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો.

વાલિયા તાલુકાના ડહેલી ગામના પારસી ફળિયામાં રહેતો મુકેશ કાલિદાસ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો વેચાણ કરે છે જેવી બાતમીના આધારે વાલીયા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસ એ સ્થળ પરથી વિદેશી દારૂની 30 નંગ બોટલ મળી 3 હજારનો મુદ્દા માલ કબજે કરી બુટલેગર મુકેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

error: