Paytmની પેરન્ટ કંપની One97 કોમ્યુનિકેશનના શેરમાં ત્રણ દિવસ સુધી લોઅર સર્કિટ જોવા મળી હતી પરંતુ હવે આ શેર રોકેટ બન્યો છે. મંગળવાર બાદ આજે બુધવારે પણ તે રોકેટની ઝડપે ચાલીને 10 ટકા ઉછળ્યો છે. આજે સેન્સેક્સની શરૂઆત 72,500 ના સ્તરની ઉપર થઈ છે. બજાર ખુલતાની સાથે જ બેન્ક નિફ્ટી 46,000ને પાર કરી ગયો છે. નિફ્ટી ઓલ-ટાઈમ હાઈથી માત્ર 80 પોઈન્ટ દૂર છે અને શક્ય છે કે આજે તે ઓલ ટાઈમ હાઈનું નવું સ્તર બનાવી શકે.
Paytm શેરમાં વધારો થવા માટે બે કારણો ગણવામાં આવી રહ્યા છે. પ્રથમ, કંપનીએ એવી અટકળોને નકારી કાઢી છે કે તેની સહયોગી કંપની અને સીઇઓ અને સ્થાપકની સરકારી એજન્સીઓ દ્વારા વિદેશી વિનિમય નિયમો અને મની લોન્ડરિંગના સંભવિત ઉલ્લંઘન માટે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ એ પેટીએમના વોલેટ બિઝનેસને ખરીદવાની વાત કરતા હોવાના અહેવાલોને “અટકળો” તરીકે ફગાવી દીધી હતી. આરબીઆઈ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ – વિજય શેખર શર્મા ઉપરાંત Paytmના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ આ સંકટ વચ્ચે પણ એક ટાઉન હોલમાં પોતાના કર્મચારીઓને કહ્યું છે કે ટૂંક સમયમાં બધું ઉકેલાઈ જશે. અમે આરબીઆઈ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ.