Satya Tv News

આરોપી રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની એક કરોડની ઘરફોડ ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘરઘાટી ડિજિટલ તિજોરીમાંથી ચોરી ફરાર થઈ ગયો હતો. જે તિજોરીમાં રોકડ,સોના ચાંદીના દાગીના,હીરાનાં ડાયમંડ મળી આશરે એક કરોડનો મુદ્દામાલ હતો. આરોપી રાજા ચૌધરી સેટેલાઈટમાં આવેલ સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરીને માલિકનો વિશ્વાસ કેળવી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે ચોરીના સીસીટીવીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચે વેસ્ટ બંગાલથી આરોપી રાજા ચૌધરીની ધરપકડ કરીને ચોરીના 6.70 લાખના દાગીના કબજે કર્યા છે.

પકડાયેલ આરોપી રાજા ચૌધરી પોતાની પુત્રીને ડોકટર બનાવવા માટે ચોર બન્યો હતો. જેમાં આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેની પુત્રી મેડિકલનો અભ્યાસ કરે છે જે એજ્યુકેશન લોન અને પર્સનલ લોન લીધી હોવાથી દેવું થઈ ગયું હતું. જે દેવું પૂરું કરવા માટે ચોરી કરી હોવાનું કબલ્યું છે. આરોપી રાજા ચૌધરી વેસ્ટ બંગાલથી દોઢ મહિના પહેલા ચોરી કરવા ઘરઘાટી બન્યો હતો. જેમાં પોતાની ઓળખના પુરાવા અને નામ પણ ખોટું આપ્યું હતું. ઘરઘાટી નોકરી માટે પોલીસ વેરિફિકેશનમાં ખોટું આધારકાર્ડ આપ્યું હતું. જેમાં રમેશ ચક્રબોર્તી નામનું આધાર કાર્ડ આપ્યું હતું. જેને લઇ તપાસ કરી રહ્યા છે.

error: