Satya Tv News

રૂમોમાં કંપનીમાં કામ કરતા કામદારોને રખાયા
રૂમો માં 150 થી વધુ કામદારો રહેતા હતા
લોકોના જીવ ભવિષ્યમાં જોખમમાં મુકાતા અટકશે ?

અંકલેશ્વર GIDCમાં આવેલી જયંત પેકેજીંગ કંપનીમાં આગ લાગવાના મામલમાં નવી વિગતો સામે આવી છે. કંપનીના સત્તાધીશો દ્વારા કંપની ગેરકાયદેસર રેસિડન્ટ રૂમો બનાવવામાં આવી હતી. અને આ રૂમોમાં કંપનીમાં કામ કરતા કામદારોને રાખવામાં આવે છે.

ઉધ્યોગિક નગરી અંકલેશ્વરની જયંત પેકેજીંગ કંપનીમાં આગ બાદ નવી વિગતો સામે આવી છે. જયંત પેકેજીંગ કંપનીમાં ગેરકાયદેસર 15 વધુ જેટલી રૂમો બાંધવામાં આવી હતી. આ રૂમો માં 150 થી વધુ કામદારો રહેતા હતા.જ્યારે આગ લાગી ત્યારે તમામ કામદારો કંપની રહેલી રૂમોમાં સુઈ રહ્યા હતા. જેમાંથી એક રાહદારીએ કંપનીની રૂમમાં રહેતા કામદારો જગાડીને આગ લાગવાની જાણ કરી હતી. જે બાદ કંપનીમાં રહેતા કામદારો પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરી હતી.સમય સૂચકતા વાપરીને લોકો રૂમમાંથી બહાર આવી ગયા હતા. જોકે કંપનીમાં આગ લાગી તે દરમિયાન પાછળની કંપનીમાં રહેતા કામદારોના જીવ પડીકે બંધાયા હતા.

વધુમાં બીજી કંપનીમાં રહેતા કામદારો ને જ્યારે આગની જ્વાળાઓ લાગવા માંડી તેવા સમયે પોતાના રૂમમાં રહેલા સર સામાન અને પોતાના બાળકો સહિત પરિવારને લઈને જીવ બચવા ભાગવું પડ્યું હતું.

અંકલેશ્વર GIDCમાં આવેલી મહદઅંશે કંપનીઓમાં ગેરકાયદેસર બાંધીને કામદારોને જીવના જોખમે રાખી રહ્યા છે.

અંકલેશ્વર GIDC ઓફિસ અને ભરૂચ પોલીસ દ્વારા આવી કંપનીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તો લોકોના જીવ ભવિષ્યમાં જોખમમાં મુકાતા અટકશે

error: