Satya Tv News

ડૉક્ટરના જણાવ્યા અનુસાર પડીકામાં મળતો ખોરાકએ બાળકો માટે ખુબ નુકસાન કારક છે. કારણ કે, તેનાથી બાળકોમાં કુપોષણનો ભોગ બને છે. જેને લઈ બાળકના શરીરનો વિકાસ રુંધાચ જાય છે. ઉપરાંત આવા વધુ સોડિયમ અને સુગર વાળા ખોરાકો બાળકોને બંધાણી બનાવે છે. તેથી બાળકને ઘરના ખોરાક, ફળમાંથી ખાવામાં અરુચી પેદા થાય છે. ડૉક્ટરનું કહેવુ છે કે,બાળકોને બજારમાં મળતા પેકેટના બદલે દાળ-ભાત, ભાખરી, રોટલી, ઘી માંથી બનાવેલી વાનગીઓ આપવી જોઈએ. જ્યા સુધી બાળકને સંપૂર્ણ આહાર એટલે કે બાળકના શરીરમાં જરૂરી તત્વોની ઉણપ પૂર્ણ કરતા ખોરાક નહી આપવામાં આવે ત્યા સુધી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ રુંધાશે.

પડીકા બાળકો માટે ધીમુ ઝેર !

રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો
જરૂરી ખોરાકની જગ્યાએ પડીકાથી કુપોષણ
સોડિયમ અને સુગરની માત્રા વધુ
બાળકોનો રુંધાઈ છે વિકાસ
પડીકા ચાખ્યા બાદ ઘરનો ખોરાક ન ભાવવો
સંપૂર્ણ આહાર ન મળવાથી વિકાસ રુંધાવો

error: