Satya Tv News

પાલનપુરના સાંગરા ગામે રહેતા 29 વર્ષીય મુન્નાભાઈ હમીરભાઈ આલાને રજા પર જવાનું મન થયું હતું. ટ્રેનિંગ ચાલી રહી હતી, તેથી રજા લેવી ખૂબ જ મુશ્કેલ કામ હતું. આ માટે મુન્નાભાઈએ લગ્ન કર્યા હોવાનો ડોળ કર્યો હતો. તેમણે ગામમાં યોજાયેલી સગાઈ અને ભોજન સમારંભનું કારણ બતાવીને રજા માંગી હતી. તેમણે આ માટે આમંત્રણ પત્રિકાઓ પણ છપાવી હતી. મુન્નાભાઈએ લગ્નની કંકોત્રી લીવ રિપોર્ટ સાથે જોડી હતી પરંતુ અહીં તેની ભૂલ થઈ ગઈ હતી. આ અરજી ફરતી ફરતી અધિકારીઓ સુધી પહોંચી હતી પરંતુ તેમને શક પડતાં કંકોત્રીને બધી વિગત વાંચી તેમાં તેમને એક ઠેકાણે કન્યાના માતાપિતાનું નામ લખાયેલું નહોતું. કંકોત્રીમાં કોઈ કન્યાના માતાપિતાનું નામ ખાલી નથી રાખતું અને અધિકારીઓએ આમાં ભેદ લાગ્યો અને તપાસ કરતાં યુવાનની કોઈ સગાઈ ન હોવાનું જણાયું હતું જે પછી તેને નોકરીમાંથી સસ્પેંન્ડ કરી દીધો હતો.

મુન્નાભાઈ હમીરભાઈ આલની પૂછપરછ શરૂ થઈ હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે આ બનાવટી સગાઈનું કાર્ડ અમદાવાદના તેના એક મિત્ર ચિરાગ પંચાલે બનાવ્યું હતું. પોલીસ અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું હતું કે મુન્નાભાઈ હમીરભાઈ તમામે ફરજિયાત તાલીમ ન મળે તે માટે આવું કર્યું હતું. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેની સામે અનુશાસનહીનતાના 17 કેસ પહેલાથી જ નોંધાયેલા છે.

error: