Satya Tv News

સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીમાં 1800 થી વધુ કાછીયા સમાજના લોકો બાપ-દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે અહીં પેઢીથી પેઢી લોકો પ્રેમ લગ્ન કરતા આવ્યા છે. જ્યાં આજે પણ આ શેરીમાં 70 થી 80 જેટલા એવા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે જેમની અગાઉની પેઢીએ પણ પ્રેમ લગ્ન કર્યા છે. ત્યારથી માંડી આજ દિન સુધી અહીં લોકો પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે. વિશાખા ધાનાવાલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં અમારા કાસ્ટના બધા લોકો રહે છે. અને નાનપણથી જ્યાં મોટા થયા ત્યાં જ અમે લગ્ન કરવાનું ઈચ્છીએ છીએ. દરેક છોકરીના મગજમાં એવો વિચાર હોય કે એ એના માતા-પિતાને પણ લગ્ન પછી સાચવી શકે. માટે જ અમે અહીંયા લગ્ન કરવાનું વધારે પસંદ કરીએ છીએ. અને મારા લવ કમ એરેન્જ મેરેજ થયા છે. મારા સાસરાથી મારૂ પિયર પાછળ જ છે. મારા સાસરાનો ગેટ ખોલીએ તો મારૂ પિયર દેખાય છે.અને પિયરનો પાછળનો ગેટ ખોલીએ તો મારૂ સાસરૂ દેખાય છે.

error: