રોડ ટોલિંગ ઓથોરિટીએ 32 અધિકૃત બેંકોની યાદી બહાર પાડી છે, તેમાં Paytm પેમેન્ટ્સ બેંકનું નામ નથી. સોશિયલ મીડિયા હેન્ડલ પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેગ સાથે કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરો. તમારો ફાસ્ટેગ નીચે દર્શાવેલ બેંકોમાંથી જ ખરીદો. આ યાદીમાં કેટલીક 32 બેંકોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં Paytm નથી. જેમાં HDFC બેંક, ICICI બેંક, SBI, Axis બેંક સહિત 32 બેંકોના નામ આપવામાં આવ્યા છે.પેટીએમ પેમેન્ટ્સ બેંક ફાસ્ટેગ જારી કરતી અધિકૃત બેંકોની યાદીમાંથી બહાર હોવાને કારણે, તેના અંદાજે 2 કરોડ યુઝર્સને અસર થશે. સાથે જ એ વાત પણ નક્કી થીઆ ગઈ કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમના ફાસ્ટેગને રિચાર્જ કરી શકાશે નહીં.