Satya Tv News

અમદાવાદ શહેરનાં કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસ ચોરી થઈ હોવાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું કે, આટલી મોટી બસ કોણ ચોરી ગયું હશે. પોલીસ દ્વારા કેસની ગંભીરતા જોતા તાત્કાલીક ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બે કલાકની દોડધામ બાદ આરોપી દહેગામ નજીકથી બસ સાથે મળી આવતા એસટી વિભાગ તેમજ પોલીસે હાશકારો અનુભવ્યો હતો.બસ ચોરી કરનાર યુવક ઝડપાઈ ગયા બાદ પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરતા તે માનસિક અસ્થિર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. યુવક દ્વારા રાત્રીના સમયે કૃષ્ણનગર ડેપોમાંથી બસની ચોરી કરી હતી. પોલીસે 2 કલાકની ભારે જહેમત બાદ બસને શોધી કાઢી હતી. નરોડા પોલીસે તુષાર ભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

error: