ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, હવે RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફ્ટમાં કામ કરશે. જેમાં પ્રથમ શિફ્ટ અને બીજી શિફ્ટમાં ક્યાં અધિકારીઓ હાજર રહશે જેમના નામ સાથે ડ્યુટીની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, પાલનપુર અને અમદાવાદ પૂર્વ RTOમાં ભારે વેટિંગ ચાલી રહ્યું છે. 21 ફેબુઆરીથી ડબલ શિફ્ટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવામાં આવશે. રાજ્યના અમુક શહેરોની RTO કચેરીમાં કામ-કાજનું ભારણ પણ વધુ છે જેના કારણે વાહન ચાલકોને અવાર નવાર ધક્કા ખાવાનો પણ વારો આવતો હોય છે. જો કે, ડબલ શિફ્ટમાં કામગીરી થવાથી વધતુ જતુ કામનું ભારણ પણ ઘટશે અને લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડશે નહી