વડોદરાના રાજમહેલ રોડ પર કાર આંતરી લોકોએ આરોપી ઈસમને રાવપુરા પોલીસને હવાલે કર્યા બાદ ફતેગંજ પોલીસ મથકે લવાયો હતો. આ તરફ પૂછપરછમાં ચાલક ન્યૂ સમા રોડ મુક્તિધામ સોસાયટીનો 20 વર્ષીય કુશ પટેલ હોવાનું ખૂલ્યું હતું. આ સાથે કારમાં યુવતી સહિત 3 લોકો હતા જેમાંથી યુવતીના લગ્ન હોવાથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ફોટોસેશન માટે જતાં હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપી ઈસમ સામે આઇપીસી કલમ 279, 337, 338 અને મોટર વ્હીકલ એક્ટ 117, 184 અને 134 હેઠળ ગુનો નોંધાયો હતો.. આ તરફ આરોપી કુશ પટેલ સામે ફરિયાદ નોધાઇ ગયા બાદ ખુદ સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. 2 વિદ્યાર્થીને ટક્કર મારનાર હિટ એન્ડ રન કેસના આરોપી કુશ પટેલ સાંસદ રંજનબેન ભટ્ટનો પાડોશી છે. સાંસદ રંજનબેન ભટ્ટે પહેલો સગો તે પાડોશી ધર્મને અપનાવી કાયદાને કોરણે કરી પોલીસ સ્ટેશનમાંથી આરોપીને છોડાવી ગયા. વિગતો મુજબ અકસ્માત બાદ ભાગી જવાના કેસમાં આરોપી કુશ પટેલ પહેલાથી જ 2 ગુનાને અંજામ આપી ચૂક્યો છે.
સાંસદે કાયદો અને ટ્રાફિક સુરક્ષાની ઐસીતૈસી કરી ગંભીર ગુનો આચરનારને પોલીસ સ્ટેશનમાંથી છોડાવી ગયા હતા. હિટ એન્ડ રનના આરોપીના આરોપીને પોલીસ સ્ટેશનમાં છોડાવવા ગયેલા સાંસદનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેઓ આરોપી કુશ પટેલ સાથે હાથ મીલાવી રહ્યા છે. આ સાથે આ વિડીયોમાં સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને કહી રહ્યા છે કે, આ તો જિંદગીનો અનુભવ છે.