આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલાએ વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. નારાયણ સાઈ સામે સુરતની સેશન્સ કોર્ટમાં વર્ષ 2014માં કેસ દાખલ થયો હતો, જેનો વર્ષ 2019માં ચુકાદો આવ્યો હતો. એમાં કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જેને તેણે હાઇકોર્ટમાં પડકારી અને કેસ પેન્ડિંગ છે. ત્યારે નારાયણ સાઈએ પોતાના પિતા આસારામની તબિયત ખરાબ હોવાથી અને તેમને જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી 20 દિવસના હંગામી જામીન હાઇકોર્ટ સમક્ષ માગ્યા હતા. કોર્ટે કહ્યુ હતું કે આશારામને હવે સારવારમાંથી ડિસ્ચાર્જ કરી જેલમાં મોકલી દેવાયા છે.. કોર્ટના કડક વલણ બાદ નારાયણ સાંઈએ જામીન અરજી પરત ખેંચી હતી.