Satya Tv News

ડેડીયાપાડા માં ઠેરઠેર ઈંટના ભઠ્ઠાઓથી પર્યાવરણને માઠી અસર

નર્મદા જિલ્લામાં એક બાજુ સરકાર નું “મારી માટી મારો દેશ” અભિયાન અને બીજી તરફ એજ માટીમાં આદિવાસી બાળકોનું ખુલ્લેઆમ શોષણ

ડેડીયાપાડા તાલુકામાં ઈંટોના ભઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી;

નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર ધમધમતા ઈંટનાં ભઠ્ઠા પર તંત્રની રહેમ નજર હોવાની બૂમ;

નર્મદા જિલ્લામાં ઠેરઠેર બિલાડીના ટોપની જેમ ગેરકાયદે ઇંટના ભઠ્ઠા ફૂટી નીકળતા પર્યાવરણ પર માઠી અસર થવા સાથે વન્ય સૃષ્ટિ સામે ખતરો ઉભો થવા પામ્યો છે.

      મળતી માહિતી મુજબ કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા નર્મદા જિલ્લાના દેડીયાપાડા, નિવાલ્દા, નિંગટ , ઝરણાવાડી, ભેંસણા, ગોપાલિયા, પાટડી સહિત અનેક વિસ્તારમાં ઠેરઠેર ગેરકાયદે ઈંટના ભઠ્ઠાને પગલે પર્યાવરણ પર માઠી અસર પહોંચી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર નાં ગરીબ આદિવાસીઓને નજીવી રકમ આપી પરપ્રાંતીય ઈસમો દ્વારા ગેરકાયદે ઈંટના ભઠ્ઠા બનાવી લાખ્ખો રૂપિયાનો વેપલો કરી રહ્યા છે. સામાન્ય રીતે નર્મદા જિલ્લામાં આદિવાસી 73 AA ની જમીન આવી હોય ખેતીની જમીનમાં NA કર્યા બાદ સરકારી ધારાધોરણ મુજબ ઊંચી ચીમની લગાવી ભઠ્ઠો બનાવવાનો હોય છે,પરંતુ અહીં કોઈપણ પ્રકારની ધારાધોરણ નો અમલ કર્યા વગર જંગલ વિસ્તાર વચ્ચે ચીમની વગરના ઈંટના ભઠ્ઠાને પગલે પશુ પંખીઓ સહિત વન્ય સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉઠવા પામ્યા છે, કારણ કે પરપ્રાંતીય ઈંટ સંચાલક જંગલ વિસ્તારમાં આવેલ માલિકી જમીન પસંદ કરી ઈંટના ભઠ્ઠા બનાવતા હોય જંગલ અને નદી કિનારે દિવસ રાત ઈંટ ની કામગીરી કરાતી હોય વન્ય પ્રાણીઓ,પક્ષીઓ પાણી સાથે ખોરાક ન મળતા અન્ય સ્થળે હિજરત કરવાની નોબત ઉભી થતા નામશેષ ના કંગાર પર આવી જવા પામ્યા છે. 

દેડીયાપાડા તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતોનો અજ્ઞાનતા નો લાભ લઇ અને સરકારી તંત્રની મિલી ભગતથી પ્રાકૃતિક ગુણો ધરાવતી જમીન ઈંટના ભઠ્ઠાને પગલે બંજર બની રહી છે. તેમજ ઈંટ પકવવા જંગલ વિસ્તાર માંથી મોટાપાયે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરી ઇંટ પકવી રહ્યાનો ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. મોટાપાયે ધમધમી રહેલા ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાને પગલે સ્થાનિક તંત્ર પર્યાવરણ અને જંગલનો ખાત્મો કરનાર તત્વોને પોષી રહી હોય તેવું જણાય રહ્યું છે. ત્યારે મીડિયા એ ચીમની ભઠ્ઠાના માલિક ને પ્રશ્ન પૂછતા ચીમની ભઠ્ઠાના માલિક ભાવેશ પવારે આ ઘટનાની સમગ્ર વાતચીત કરતા મીડિયા સમક્ષ વાત કરવાની ના પાડી હતી અને મામલતદારને લઈને આવજો તો તમને પૂરી માહિતી મળી જશે તેમ જણાવ્યું હતું ત્યારે કોની છત્રછાયા હેઠળ આ ભઠ્ઠાના માલિકો ઇંટો બનાવી રહ્યા છે એ તપાસ નો વિષય છે?

નર્મદા જિલ્લાનું સ્થાનિક સરકારી તંત્ર આંખ મિચામણા કરતા દેડીયાપાડા તાલુકામાં પર્યાવરણ નું અસ્તિત્વ મટી રહ્યું છે, તેમ છતાં આજદિન સુધી આવા ગેરકાયદેસર એકમો સામે પગલાં લેવા કોની બીક લાગે છે એ સમજાતું નથી, કે પછી સેટિંગ ડોટ કોમ હેઠળ કામગીરી ને વેગ આપી રહ્યા છે. તે તપાસનો વિષય બનવા પામ્યો છે.

ડેડીયાપાડા પંથકમાં ઈંટોના ભઠ્ઠા પર બાળ મજૂરીનું દૂષણ વધ્યું: ડેડીયાપાડા તાલુકામાં ઈંટ ભઠ્ઠાઓ અને હાથ ભઠ્ઠીઓ ગેરકાયદે ચાલે છે. ખાનગી જમીનો ભાડે રાખી આડેધડ ઈંટો પકવવાની પ્રવૃત્તિ સાથે વિપુલ પ્રમાણમાં માટી ખનન અને બાળ મજૂરી જેવાં દૂષણોની પ્રવૃત્તિઓ તેજ બની છે.

આ ઉપરાંત કેટલાક ગામોમાં રાત્રિ દરમિયાન ગેરકાયદે માટી ખનન પણ વિપુલ પ્રમાણમાં કરાય છે જે તમામ પ્રવૃત્તિઓ સત્તાધિશોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સરકારી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરાતી નથી જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણનો પ્રશ્ન પણ પેચિંદો બન્યો છે. તેમજ ડેડીયાપાડા પંથકમાં ગેરકાયદે ચાલતા ઈંટોના ભઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

ઈંટોના ભઠ્ઠા ઉપર કોમળીના બાળકો કામ કરે છે: ડેડીયાપાડા પંથકમાં આવેલા ઇટ ભઠ્ઠા ઉપર મજૂરી કરતા પર પ્રાંતીય મજૂરો પોતાના બાળકોને શાળાએ મોકલી શકતા નથી ગરીબી અને મજબૂરીવશ તેઓ કુમળીવય ના બાળકોને મજૂરી કરાવતા હોય છે. તંત્રને ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરતા બાળકો જોવા નથી મળતા જેથી અનેક તર્ક વિતર્ક જોવા મળે છે. ડેડીયાપાડા, નિંગટ માં આવેલ ઈટોના ભટ્ટા પર બાળમજૂરી કરતા કુમળીવય નાં બાળકો જોવા મળે છે. જે ગુજરાત સરકારના જે લેબર કમિશનરો છે તેમજ સ્થાનિક તંત્ર શું ધ્યાન આપે છે? ત્યારે આ અધિકારીઓની મિલીભગતથી ઈંટોના ભઠ્ઠાઓમાં આદિવાસીઓ નાં બાળકો પર શોષણ અને અત્યાચાર કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે ગેરકાયદે જે ઈંટ ના ભઠ્ઠા ચાલે છે જે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે અને માટી ખનન થઈ રહી છે અને આદિવાસી ખેડૂતોને થોડા ઘણા પૈસા આપીને જે માટી ચોરી લેવામાં આવે છે જેના પર અંકુશ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવું બધું વાઇબ્રન્ટ જ થતું રહેશે તો માનવ જીવન પર ખતરો આવવાની શક્યતા છે.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી દેડીયાપાડા

error: