KL રાહુલને સારવાર માટે વિદેશ મોકલવામાં આવ્યા છે અને લગભગ એક અઠવાડિયા સુધી તેમની સારવાર ચાલશે. જોકે આ રિપોર્ટમાં પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે KL રાહુલ લંડનમાં કોઈ એક્સપર્ટ્સની સલાહ લઈ રહ્યા હોઈ શકે છે. રાહુલને રાજકોટમાં ત્રીજી ટેસ્ટ માટે 90 ટકા ફિટ માનવામાં આવ્યા હતા તે સંપૂર્ણ રીતે ઠીક નથી થયા. જેના કારણે BCCI અને નેશનલ ક્રિકેટ એકેડેમી મેનેજમેન્ટે તેમની સિચુએશન પર ફરી ધ્યાન આપ્યું. જેના બાદથી તેમની સારવાર ચાલી રહી છે. રાંચી ટેસ્ટ માટે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. તે હવે ધર્મશાળા મેચ માટે વાપસી કરશે. ત્યાં જ અમુક ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને જોતા તેમને આરામ આપવા વિશે ચર્ચા ચાલી રહી છે. જેમાં એક બેટ્સમેન અને બોલર બન્નેનો ઉલ્લેખ છે.