ગેસ લીકેજ થતાં એશિયનપેન્ટ ચોકડી થઇ લઇ આસપાસ વિસ્તારમાં થઇ અસર.
રાહદારીઓ અને કંપનીના કામદારોને થઇ ભારે અસર.
આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાનો થયો અહેસાસ.
GPCB અને તંત્ર આવા ઉદ્યોગકરોને અંકુશમાં લાવવા કડક પગલાં ભરે તે જરૂરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી વિસ્તારમાં ગેસ લીકેજને લઈ કેટલીક કંપનીઓના કામદારોને આંખોમાં બળતરા અને છાતીમાં દુખવો ઉપડયો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં બેફામ બનેલ કંપનીઓને પગલે લોકોના સ્વાસ્થય ઉપર તેની અસર પડી રહી છે.ત્યારે ગતરોજ રાતના સમયે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી વિસ્તારમાં ગેસ લીકેજ થતાં દોડધામ મચી હતી નજીકમાં આવેલ કેટલીક કંપનીના કર્મચારીઓએ આંખોમાં બળતરા અને છાતીમાં દુખવો ઉપાડવા સાથે શ્વાસ લેવામાં તકલીક થતી હોવાની બૂમો પાડી હતી.ત્યારે જી.પી.સી.બી અને તંત્ર આડેધડ ગેસ છોડી મૂકતા ઉદ્યોગકારોને અંશુકમાં લાવવા માટે કડક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.